
ઉભા કર્યા છે દુઃખ કંઈક એવા મેં મારી જાતે
બધાને પ્રેમથી બોલાવું છું એમાં કોઈક ને વાંધો છે.
મારે મન બધા જ એકસમાન છે વગર ભેદભાવે
હું રહુ છું ખુશીથી બધા સાથે એમાં કોઈક ને વાંધો છે.
મનમુટાવ હોય છે અને બધાને હોય છે થોડો થોડો
છતાં બધા રહેતા હોંશથી હોય એમાં કોઈક ને વાંધો છે.
મનમક્કમ કરી માંડ સ્થિર થયા હોય આપણે
તાતો સામેથી પ્રેમાળ હૃદયે કોઈ બોલાવે એમાં કોઈક ને વાંધો છે.
સહનશીલતા ઘણી સાચવી છે છતાં સબ્ર કરી બેઠા છે
“પ્રદીપ” અચાનકથી જો કોઈ આવે તો એમાં કોઈક ને વાંધો છે.
– પ્રદીપ શાયર







